Bhoomi Trivedi - Laado Chor lyrics
Artist:
Bhoomi Trivedi
album: Hits Of Bhoomi Trivedi
લાડી મારી ડાહીડમરી, લાડો નીકળ્યો ચોર
લાડા ની ચોરી પકડાણી, થઈ ગયો શોરબકોર
લાડી રે મારી ડાહી રે ડમરી, લાડો નીકળ્યો ચોર
લાડા ની ચોરી પકડાણી, થઈ ગયો શોરબકોર
કેવા સપના જોયા, એકમેકમાં ખોયા
આજે મોઢું કર્યું તે કાળું, મર તું મારા રોયા
અરે સાજન માજન રામણ દીવડો
ખેતર પાદર જંગલ વગડો
ગામ આખામાં ચોરે-ચૌટે બધા એ જ તો બોલે
કે તારો લાડો નીકળ્યો ચોર
લાડી મારી ડાહીડમરી, લાડો નીકળ્યો ચોર
લાડા ની ચોરી પકડાણી, થઈ ગયો શોરબકોર
થઈ પિયરની પૂરી વાર્તા, તને રહીશું રે સંભારતા
વિદાય વેળા આવી પહોંચી, અમે રહીશું આંસુ સારતા
કે સાત જનમ ના બંધન બાંધ્યા
સ્નેહ થકી સંબંધો સાંધ્યા
ગામ આખામાં ચોરે-ચૌટે બધા એ જ તો બોલે
કે તારો લાડો નીકળ્યો ચોર
તારી યાદો આંસુ લાવશે, એમને કઈ રીતે ફાવશે
આશિષ દઈશું લાડી એવા, સાસરિયે સુખ પણ આવશે
સ્મિતની સાથે જવતલ હોમ્યા, મંગલ મંગલ આશિષ પામ્યા
ગામ આખામાં ચોરે-ચૌટે બધા એ જ તો બોલે
કે તારો લાડો નીકળ્યો ચોર
લાડી મારી ડાહીડમરી, લાડો નીકળ્યો ચોર
લાડા ની ચોરી પકડાણી, થઈ ગયો શોરબકોર
લાડી રે મારી ડાહી રે ડમરી, લાડો નીકળ્યો ચોર
લાડા ની ચોરી પકડાણી, થઈ ગયો શોરબકોર
Поcмотреть все песни артиста
Other albums by the artist