અ ર-ર-ર-ર...
હે, નવ લખાય લોબડયાડુ, ભેળીયું, માડીયું, મઢડે રાસ રમે
ઓઢી કાળી કામડીયું, લાલ ધાબડીયું, ફૂલ છાબડીયું સેર ફરે
એ, હેમ હાશમીઉં માણેક મઢીયું
હો, માઁ
એ, હેમ હાશમીઉં મઢીયું, મોતી એ જળીયું તેજ ઝરે
પગ નુપૂર કડલા, કાબયું, શોભયું, હેમ નીકટયું હાથ ફરે
વળી ત્રીશુલ વાડી, ભૂરા ભંડાળીયું, લાકડ વાળીયું એમ રમે
કે, ધનધીમી ધજાયું આભ કાપડીયું, ભેળીયા, વાળીયું એમ ભમે
પર હેમને ચુડીયું પાળીયે તાળીયું, ગાળીયું, જાળીયું નભ ગજે
માત મીનલ, નાગલ, તાગલ, રાજલ, માઁ
માત મીનલ, નાગલ, તાગલ, રાજલ, મોગલ, પીપડ બાઈ માડી
માત ધરણી જીવણી બાલવી ભલાર, બુટભવાની સાથ ફરે
વળી રુપલ, દેવળ હોળ-હોળ ઓલી, ખમ્મા-ખમ્મા ખોડીયાર ભમે
Поcмотреть все песни артиста
Other albums by the artist